fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ફેલાયેલાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પાલીતાણાલ સિહોર અને તળાજાની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી

સમગ્ર રાજ્યમાં ફેલાયેલાં કોરોનાના સંક્રમણને પગલે તેમજ ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના તાજેતરમાં અચાનક વધેલા કેસને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા તંત્ર સતર્ક બન્યું છેઈ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેના ઉપાયો તથા તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આજે સિહોરલ પાલીતાણા અને તળાજાની મુલાકાત લીધી હતીઈ કલેકટરશ્રીએ ઉપલબ્ધ સુવિધાઓ વિશેની ડોક્ટરો પાસેથી જાણકારી મેળવી હતી અને કોરોના સંક્રમણને અટકાવવા માટેના પગલાઓ વિશેની સમીક્ષા કરી હતીઈ કલેકટરશ્રીએ દર્દીઓ સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ સતર્કતા દાખવી તેઓ પણ કોરોના કોરોનાથી સંક્રમિત ન થાય તે માટેની કાળજી રાખવા માટે અનુરોધ કર્યો હતોઈ સમગ્ર ભાવનગર જિલ્લામાં તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરીક્ષાઓમાં લાઉડ સ્પીકર લગાવી તેને વિવિધ વિસ્તારોમાં ફેરવીને કોરોના સંક્રમણને અટકાવવા વિશેના પગલાઓ વિશેની જાણકારી લોકોને આપવામાં આવી રહી છે.

જિલ્લાનું સમગ્ર આરોગ્ય તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રહે તે રીતે તૈયાર રાખવામાં આવ્યું છેઈ કોરોના વોરીયર્સ એવાં આરોગ્ય કર્મીઓ પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને કોરોનાના દર્દીઓને બચાવવાં માટે કટિબદ્ધ છેઈ જિલ્લામાં ઓક્સિજનલ કોરોનાના દર્દી માટેની બેડ વગેરે જેવી વ્યવસ્થાઓ માટેની અગાઉથી જ સઘન તૈયારીઓ આરંભી દઈને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પહોંચી વળાય તે માટેનું સુવ્યવસ્થિત આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જ કોરોનાનું ટેસ્ટિંગ તથા ચેકિંગ કરવામાં આવી રહ્યું છેઈ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સ્થળ પર જ દવા આપવામાં આવી રહી છેઈ

જિલ્લામાં કોરોના ના પ્રથમ અને બીજા ડોઝની મોટાભાગના લોકોએ લઈ લીધો છે તદુપરાંત ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છેઈ તદુપરાંત વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રિકોશનરી ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તેમની આ મુલાકાત આ વખતે સિહોર પ્રાંત અધિકારીશ્રી રાજેશ ચૌહાણલ પાલીતાણાના પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્માલ ગારીયાધારના પ્રાંત અધિકારી શ્રી હિરલબેન દેસાઈલ તળાજા પ્રાંત અધિકારીશ્રી વિકાસ રાતડાલપાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ખીમસુરીયાલ સિહોરલ તળાજા અને પાલીતાણાના મામલતદારશ્રીઓ તથા ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Follow Me:

Related Posts