ભાવનગર જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારનાં મતદારો માટે લોકશાહીનો અવસર અંતર્ગત વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.૧/૧૨/૨૦૨૨નાં રોજ યોજાનાર છે. જેનું મતદાન સવારનાં ૮:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી તમામ મતદાન મથકો ઉપર થનાર છે. જેથી મતદારોને તેમનાં નામ જે મતદાન મથક ઉપર ચાલતું હોય ત્યાં મતદાન કરી શકાશે.
વધુમાં જો કોઇ મતદારોને તેમનું નામ શોધવામાં મુશ્કેલી પડતી હોય તો Nvsp.in, Voter Helpline APP, Voter Portal પર મતદારયાદીમાં તેઓનું નામ તથા વિગતો ચકાસી શકશે તેમજ તેઓ વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ ઉપર તથાં ડિસ્ટ્રીકટ હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૬૧૮ ઉપર ફોન કરીને તેમનાં મતદાન મથકનું નામ, સરનામું અને તેમનાં મતદારયાદીનાં ભાગ નંબર અને ક્ર્મ નંબર જાણી શકાશે.
Recent Comments