ભાવનગર

ભાવનગર જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પુરજોશમાં

ભાવનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તેમાટે ભાવનગર માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ૨૫૫ રસ્તાઓ પૈકી ૬૧ જેટલાં રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત થયેલા તમામ રોડ રસ્તાના કામો નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગની ૧૬ જેટલી ટીમો દિવસ રાત ખડેપગે રહીને રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે.

Related Posts