ભાવનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડૉ. એન.સી. વેકરીયાએ કાર્યભાર સંભાળ્યો
તાજેતરમા વર્ગ ૧ ના અધિકારીઓને પ્રમોશન આપવામા આવ્યા છે જેમા નર્મદા
જિલ્લામા જિલ્લા લેપ્રસી અધિકારી તરીકે ખૂબજ અસરકારક રીતે પરિણાણલક્ષી ફરજ બજાવ્યા બાદ ડૉએન. સી. વેકરીયાને ભાવનગર જિલ્લામા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપી નિમણુકઆપવામા આવી છે.જેનો ડૉ. એન. સી.વેકરીયા એ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા છેલ્લા બે વર્ષથીખાલી હતી.જે જગ્યાનો વધારાનો હવાલો અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ એ. કે. તાવીયાડ પાસેહતો.જેમણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેનો કાર્યભાર કોરોના જેવા કપરાકાળમાં પણ જિલ્લાવહિવટી તંત્ર સાથે સંકલન કરી સુચારુ રૂપે સંભાળ્યો હતો અને ભાવનગર જિલ્લામા કોરોનાના કેસોનુંપ્રમાણ ઓછુ રાખવામા સફળ રહ્યા હતા.તેમજ તેમના દ્વારા પદાધીકારીઓ સાથે યોગ્ય સંકલન કરી ટીમ હેલ્થ ભાવનગરને અસરકારક નેતૃત્વ પુરૂ પાડ્યુ હતુ.
Recent Comments