ભાવનગર જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં ખૂબ ઓછા વરસાદના કારણે અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રી પાસે માંગ
પ્રતિ સાહેબશ્રી ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પ્રથમ વરસાદ થયાના 50 દિવસ થવા છતાં હજી સુધી બીજો નોધપાત્ર વરસાદ થયો નથી. જ્યાં વરસાદ થયો છે, ત્યાં પણ નજીવો વરસાદ થયો છે. એટલે જિલ્લામાં લગભગ અર્ઘદુષ્કાળ જેવી પરિસ્થિતી છે. ત્યારે વર્તમાન ભાજપ સરકારે પાક વીમા યોજના તો બંધ કરી દીધી છે. પરંતુ તેની અવેજીમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં માન. મુખ્યમંત્રીશ્રી આપે ‘મુખ્યમંત્રી કિશાન સહાય યોજના’ ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની SDRF યોજના પણ ઉપલબ્ધ છે. આ બન્ને યોજનાઓ મુજબ પ્રથમ વરસાદ થયા બાદ 28 દિવસ સુધી બીજો વરસાદ ના થાય તો ખેડુતોને પાક નિષ્ફળતા સામે યોજના નો લાભ મળવા પાત્ર છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 50 દિવસથી વરસાદ થયો નથી. કૃષિ પાકો લગભગ મુરઝાઈ ગયા છે. અર્ધ દુષ્કાળની પરિસ્થિતી છે ત્યારે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે ખેડુતોને પોતાના હક માટે દર વખતે રસ્તા ઉપર ઉતરવુ પડે તેવી સ્થિતી સર્જાય તેવી સ્થિતી નિવારીને સરકાર ‘મુખ્યમંત્રી કિશાન સહાય યોજના’ અને SDRF યોજના હેઠળ ખેડુતોને જે વચન આપવામાં આવ્યા છે તે વચનનું તાકીદે પાલન કરે. જે વિસ્તારોમાં વરસાદની ખેચ છે તેવા વિસ્તારોને અછતગ્રસ્ત કે અર્ઘઅછતગ્રસ્ત જાહેર કરીને નિયમ મુજબ ખેડુતોને સહાયની જાહેરાત કરવા મારી નમ્ર અપીલ છે
Recent Comments