fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં રવિઋતુમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલ્બધ

ભાવનગર જિલ્લામાં રવિ-૨૦૨૨ દરમ્યાન હાલ ૧૦ તાલુકામાં યુરિયા ખાતર ૧૬,૯૦૦ મે.ટન.ની જરૂરીયાત સામે ૨૦,૩૧૦ મે.ટન. યુરીયા ખાતરનો જથ્થો ઉપલ્બધ છે. તે પૈકી ૮,૪૧૧ મે.ટન. યુરીયાનો જથ્થો હાલ જિલ્લામાં જુદા- જુદા વિક્રેતા પાસે સ્ટોકમાં છે. આજ રીતે ડી.એ.પી. ખાતર ૬,૨૦૦ મે.ટન.ની જરૂરીયાત સામે ૬,૮૮૭ મે.ટન. ડી.એ.પી. ખાતરનો જથ્થો ઉપલ્બધ છે.

આ પૈકી ૧,૭૧૨ મે.ટન. ડી.એ.પી ખાતરનો જથ્થો હાલ જિલ્લામાં જુદા- જુદા વિક્રેતા પાસે સ્ટોકમાં છે. આમ,  ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતભાઈઓએ ધ્યાને લેવા વિનંતી છે કે ભાવનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં યુરીયા તેમજ ડી.એ.પી ખાતરનો જથ્થો જરૂરીયાત મુજબ ઉપલબ્ધ છે તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts