ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો,ભાવનગર,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો,ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા- મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિતઓએ પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નીચેના નમુનામાં સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ પણ વ્યકિતને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહિ આપવા ફરમાવ્યું છે.
નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત/કયાં વિસ્તારમાં/ ચો.મી.બાધકામ,મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ,મકાન કયારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?,જે વ્યકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ/ સરનામા/ફોટા પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવા,મકાન માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ/ સરનામા/ફોટા/ પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવાના રહેશે.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં
Recent Comments