ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા
ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે મહુવા, તળાજા, ગારીયાધાર, પાલિતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. જે અંતર્ગત ભાવનગર ગ્રામ્યનો સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમા શિવકુંજ આશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. દેશમાં ૧૩ હજાર થી વધુ સ્વ સહાય જૂથની ૧ લાખ ૩૦ હજાર થી વધુ મહિલાઓને ૨૫૦ કરોડ થી વધુની સહાય આપવામાં આવી હતી.
આ તકે સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે દીકરી જન્મે ત્યાર થી મૃત્યુ થાય ત્યાર સુધીની ચિંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, દેશની નારી શક્તિ માં રહેલ સામર્થ્ય, કૌશલ્યનો ઉપયોગ કરીને સ્વસહાય જૂથ દ્વારા આર્થિક રીતે પગભર કરવાની નેમ સરકારે કરી છે વધુમાં જણાવ્યું હતું કે બહેનો નાના ગ્રુપ મા સખી મંડળ બનાવી બચત કરે તેમાં બહેનો ભાગ લઈને પગભર થઈ રહી છે. ઉજ્જવલા યોજના, સખી મંડળ, મુદ્રા યોજનામાં 70 % બહેનોને લાભ, તેમજ ડ્રોન દીદી થકી મહિલાઓને સશકત બની રહી છે. તેમણે ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ભાવનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ સાથે જિલ્લામાં મહુવા, તળાજા, ગારીયાધાર, પાલિતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા
મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયા હતાં. મહિલાઓને મહુવાના કાર્યક્રમમાં રુ. ૬૧.૯૪ લાખની સહાય, તળાજા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૪૧.૯૦ લાખ, ગારીયાધાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૨૭.૩૨ લાખ, પાલિતાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૨૩.૦૮ લાખની સહાય અને ભાવનગર ગ્રામ્ય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૨૭.૯૭ લાખ સાથે કુલ રૂ. ૧૮૧.૯૧ લાખની સહાય સ્વ-સહાય જૂથોને આપવામાં આવી હતી.
સખી મંડળની બહેનોએ પગભર થવાના પોતાના અનુભવો કાર્યક્રમમાં વર્ણવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સખી મંડળોને ચેક તેમજ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ નારીશક્તિ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસએજન્સીના નિયામકશ્રી શ્રીમતિ જયશ્રીબેન જરૂ, શ્રી સીતારામ બાપુ, શ્રી જશુબેન મકવાણા, શ્રી બચુબેન રઘુભાઈ ગોહિલ, શ્રી ધર્મિષ્ઠાબેન દવે,
તાલુકા વિકાસ અધિકારીશ્રી પી. કે. રાવત સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments