ભાવનગર

ભાવનગર જિલ્લામાં સાયકલોથોન- ૨૦૨૩ યોજાઇ

તા.૧૪/૦૨/૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલોથોન ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલિંગ થકી આપણે તંદુરસ્ત આરોગ્યમય જીવન જીવી શકીએ છીએ. સાયકલ ચાલન બિનચેપી રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ થાય છે. સ્વસ્થ આરોગ્ય જીવન માટે સાયકલિંગ થકી સારા એવા સ્ફુર્તીલા વાતાવરણનું સર્જન થઇ શકે છે તથા આનંદીત અને સકારાત્મક જીવન જીવવામાં મદદરૂપ થાય છે. નિયમિત કસરતના પર્યાયરૂપે સાયકલિંગ ઘણું જ લાભદાયી થઈ પડે છે. એટલે જ કહેવાય છે કે “સાયકલિંગથી રહેશો ફીટ તો મન રહેશે પ્રફુલ્લિત”

        સદર જીવનમંત્રોને ચરીતાર્થ કરવાના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત જિલ્લા કક્ષાની સાયકલ મેરેથોન ભુંભલી હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રથી ભૂતેશ્વર હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર સુધી રાખવામાં આવેલ હતી. આ સાયકલ મેરેથોન કાર્યક્રમને ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી તેમજ સદર સાયકલ મેરેથોનમાં કુલ ૨૦૦ જેટલા સાયકલીસ્ટોએ ભાગ લઈ સાયકલિંગ આપનાવો જીવન આરોગ્યમય બનાવોના સંદેશ સાથે એક નવા તંદુરસ્ત આરોગ્યમય યુગની શરૂઆત કરવા ઝહેમત ઉઠાવેલ.

        સાયકલીંગના રૂટ પુર્ણ થયા બાદ ભુતેશ્વર ખાતે HCG hospital અને આરોગ્ય વિભાગના સહીયારા પ્રયાસથી આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સદર કેમ્પમાં વજન, ઉંચાઈ, હાઇપરટેન્શન, ડાયાબિટીસની તપાસ કરવામાં આવેલ હતી. જેમાં કુલ ૧૩૦ જેટલા લાભાર્થી ભાઇઓ તથા બહેનો એ લાભ લઈ આજના સાયકલોથોન-૨૦૨૩ કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

        આજનાં જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમાર પ્રસાદ, જિલ્લા ક્વોલિટી ઓફિસર ડો.મનસ્વીની માલવિયા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુફિયાન લાખણી, જિલ્લા ટેકો કો-ઓર્ડીનેટર ડો.ધવલ દવે વગેરે અધિકારીશ્રીઓ હાજર રહેલ હતાં.

Related Posts