ભાવનગર

ભાવનગર જિલ્લામાં ૧૦ ઓગસ્ટના રોજ સિંહ દિવસની ઉજવણી કરાશે

સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ ગીર પ્રદેશમાં વસવાટ કરે છે વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી થનાર છે. આ વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન માટે બેઠક મળી હતી. ગીરનાં સિંહ એટલે આપણાં સાવજ સૌ માટે ગૌરવરૂપ રહેલ છે. સૌરાષ્ટ્રનાં ગીર ક્ષેત્રથી હવે બૃહદ ગીર વિસ્તારમાં સિંહ વિસ્તરી રહ્યાં છે. તા.૧૦ ઓગસ્ટે સિંહ દિવસ ઉજવણી સંદર્ભે નાયબ વન સંરક્ષક શ્રી સાદિક મુંઝાવરનાં નેતૃત્વ સાથે ભાવનગરમાં આયોજન બેઠક મળી હતી. સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ આપણાં ગીર પ્રદેશમાં છે,

આ સાવજ પરત્વે વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે સિંહ દિવસ ઉજવવામાં આવશે. ભાવનગર મળેલી બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ પટેલ, સિંહ દિવસ જિલ્લા સંયોજકશ્રી તખુભાઈ સાંડસુર તથા માનદ વન્ય પ્રાણી સંરક્ષકશ્રી ઈન્દ્ર ગઢવી દ્વારા સિંહ દિવસ પ્રાસંગિકતા, લોકજાગૃતિ સાથે ઉજવણી સંદર્ભે વિગતવાર માર્ગદર્શનરૂપ ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર શાસનાધિકારી શ્રી મુંજાલભાઈ બદમલિયા અને સંસ્થાઓનાં કાર્યકર્તાઓ જોડાયાં હતાં. આ બેઠકમાં વન વિભાગનાં અધિકારીઓ શ્રી ભરતભાઈ સોલંકી તથા શ્રી મૂકેશભાઈ વાઘેલાનું સંકલન રહ્યું હતું. સિંહ દિવસ ઉજવણીનાં વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન માટે બેઠકમાં સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનાં શિક્ષકો પ્રતિનિધિઓ સાથે વન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts