ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ભારતમાં ૧૭મીથી બીજી ઓક્ટોબર સુધી “આયુષ્યમાન ભવ:” મહાઅભિયાન શરુ થશે. જેમાં તમામ સ્વાસ્થ્ય યોજનાઓને મિશન મોડમાં આવરી લેવાશે. જે અંગે આજરોજ જિલ્લા કલેક્તરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું.
આ તકે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, મિશન અંત્યોદયનાં સંકલ્પનાં અનુસરીને દરેક ગામ/વોર્ડમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓને સંતૃપ્ત કરવાનાં લક્ષ્યને હાંસલ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને દરેક ગામ/વોર્ડમાં જટિલ આરોગ્ય સંભાળ સેવાઓને સંતૃપ્ત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષ્માન ભવ: અભિયાન યોજના બનાવેલ છે. જેનું લોન્ચિંગ માન. રાષ્ટ્રપતિશ્રી દ્રારા તા.૧૩/૦૯/૨૦૨૩નાં રોજ કરવામાં આવેલ છે.
સમગ્ર ભાવનગર જિલ્લામાં આ પહેલ અંતર્ગત વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જટિલ આરોગ્ય સંભાળ સેવાઓ જેવી કે આરોગ્ય મેળો, PMJAY કાર્ડ, ABHA કાર્ડ, ટી.બી. નાં દર્દીઓની સારવાર અને નિદાન વગેરે જેવા કેમ્પ યોજાશે. ઉપરાંત સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ, અંગદાન માટે પ્રતિજ્ઞા વગેરે જેવા કાર્યક્રમો હાથ ધરવમાં આવશે.
આ સાથે જ તા.૧૭/૦૯/૨૦૨૩ થી તા.૦૨/૧૦/૨૦૨૩ સુધી સેવા પખવાડા તરીકે ઉજવાશે. જેમાં આયુષ્માન ભવ ઝુંબેશ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગ્રામ્ય/શહેરી વિસ્તારોની તમામ જાહેર આરોગ્ય સંસ્થા પર આયુષ્માન આપકે દ્વાર ૩.૦, આયુષ્માન મેળામાં પ્રથમ શનિવારે – બીનચેપી રોગોનું સ્ક્રીનીંગ (ડાયાબિટીસ, હાયપરટેન્શન, ઓરલ. સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર), બીજો શનિવારે – ક્ષય રોગ,રક્તપિત અને અન્ય ચેપી રોગો – માતા અને બાળ આરોગ્ય પોષણ અને રસીકરણ, ત્રીજા શનિવારે માતા અને બાળ આરોગ્ય, પોષણ અને રસીકરણ, ચોથો શનિવારે એનીમીયા અને આંખના રોગો સહિતનાં કેમ્પ હાથ ધરવમાં આવશે. સાથે સાથે અન્ય સામાન્ય સેવાઓમાં લાભાર્થીઓની નોંધણી, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આઈ ડી (ABHA) બનાવવું, PMJAY કાર્ડ બનાવવું તથા કાર્ડ વિતરણ કરવાની કામગીરી, આયુષ સેવાઓ અને કાઉન્સેલિંગ સેવાઓ સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
Recent Comments