ભાવનગર જિલ્લામાં ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૦૨-૧૦-૨ ૦૨૪ થી તા.૦૮-૧૦-૨૦૨૪ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.નશાબંધી સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.જેમાં તા.૦૨-૧૦-૨૦૨૪ નાં રોજ સમરસ કુમાર છાત્રાલય,એમ.કે.બી. યુનિવર્સિટી કેમ્પસ,વિશાલા પાર્કની બાજુમાં,વિદ્યાનગર ખાતે નશાબંધી સપ્તાહનું ઉદધાટન કરવામાં આવશે.
જેમાં તા.૦૩-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રીભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ખાતે તા.૦૩-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રી આદર્શ સાયન્સ કોલેજ ત્રિકોણી ખોડીયાર,હડદડ ખાતે તા.૦૪-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રી સ્વામિનારાયણ માધ્યમિક ગુરુકુળ,ઘાંઘળી રોડ તા.સિહોર ખાતે તા.૦૪-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રી ઓ.એન.ગોધાણી હાઇસ્કુલ પાલીતાણા રોડ,ગારીયાધાર ખાતે તા.૦૫-૧૦-૨૦૨૪ નાં રોજ ટી.બી.જૈન ગર્લ્સ હાઇસ્કુલ ઘોઘા ગેટ,ખાતે તા.૦૫-૧૦-૨૦૨૪ નાં રોજ રેનેશા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી હાઇસ્કુલ,ઘોઘા સર્કલ,ખાતે તા.૦૬-૧૦-૨૦૨૪ નાં રોજ સદભાવ યુવા સંગઠન મામલતદાર કચેરી પાસે, ઘોઘા,ખાતે તા.૦૬-૧૦-૨૦૨૪ નાં રોજ પેનીલા કેમ લી. બ્લોક નં-૬૮ મામસા ખાતે,તા.૦૭-૧૦-૨૦૨૪ નાં ધનેશ મહેતા હાઈસ્કૂલ,ક્રેસન્ટ સર્કલ, ખાતે તા.૦૭-૧૦-૨૦૨૪ નાં રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ.કોલેજ,સીદસર ખાતે તા.૦૮-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રી સહજાનંદ ગુરુકુળ,અકવાડા ખાતે યોજાશે.જે નિમિત્તે ભાવનગર જિલ્લાનાં વિવિધ સ્થળોએ પણ નશાબંધી પ્રચારની ઝુંબેશરૂપે અનેકવિધ કાર્યક્રમો થનાર છે.ત્યારે સમગ્ર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નશાબંધી અને આબકારી ખાતા,ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.
Recent Comments