ભાવનગર જિલ્લામાં ૪૪,૯૭૧ ખેડૂતો દ્વારા કુલ ૩૬૪૨૪ એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તારી છે. આત્મા (એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી)દ્વારા હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય આપી રહી છે. આ ઉપરાંત એફ.પી.ઓ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો આવી રહ્યો છે. સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના દ્વારા થતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી આર. કે. મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ ભાવનગર દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં કુલ 105075 થી વધુ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોના પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે.
ભાવનગર જિલ્લામાં ૪૪,૯૭૧ ખેડૂતો કુલ ૩૬,૪૨૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે

Recent Comments