ભાવનગર જિલ્લામાં 13,768 લોકોએ કોવિડ વેકસીન લીધી- કોઈને પણ ગંભીર આડઅસર નહી
ખોટી વાતો અફવાઓથી ભયભીત કે ભ્રમિત થયા વિના પોતાના અને પરિવારના સ્વાસ્થ્યમાટે વેકસીન લેવી જરૂરી – જિલ્લા કલેકટર
ગત તા.31 ના રોજ વેક્સિનેશનના બીજા તબક્કામાં કોરોના કાળમાં પ્રથમ હરોળમાં
રહીને કોરોના સામેનો જંગ લડેલા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે ગઈકાલ તા.2 સુધીમાં ભાવનગર શહેરી વિસ્તારમાં બંને તબક્કામાંમળી કુલ 6,078 તેમજ નગરપાલિકા તથા ગ્રામિણ વિસ્તારમાં કુલ 7,690 લોકોને કોવિડ વેકસીન અપાઈચુકી છે. પ્રથમ તબક્કાને 18 દિવસ જ્યારે બીજા તબક્કાને આજે 3 દિવસ જેટલો સમય થઇ ગયો છે. ત્યારેસમગ્ર ભાવનગર જિલ્લામાં કોઈપણ વ્યકતીને રસીનું કોઈપણ પ્રકારનું રીએકશન કે આડઅસર જોવા મળીનથી.કોવિડ વેકસીન તદ્દન સુરક્ષિત છે.અનેક પ્રમાણભૂત માપદંડોમાં ખરી ઉતર્યા બાદ આ વેકસીનનોઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 13,768 થી પણ વધુલોકોને આ રસી અપાઈ ચુકી છે જેમાંથી કોઈને કોઈ આડઅસર કે તકલીફ થઈ હોવાનું જણાયું નથી. આથીકહી શકાય કે આ રસી સંપૂર્ણ સલામત છે અને દરેક નાગરિકે લેવી હિતાવહ છે. કોઈપણ પ્રકારના ખોટાનિવેદનોથી ભ્રમિત થયા વગર પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે આ રસી લેવી આવશ્યક છે.અન્ય વિકસીત દેશોની જેમ કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા તમામ લોકોરસીથી રક્ષિત થઈ જાય તો સંક્રમણનું જોખમ નિવારી શકાય છે. માટે હાલનો સમય એ આ રસી લેવાનોઉત્તમ સમય છે જેનાથી ભવિષ્યના સંભવિત જોખમથી પણ બચી શકાય છે.જ્યારે પણ રસીકરણ અભિયાનઅંતર્ગત આપનો ક્રમ આવે ત્યારે જરા પણ ગભરાયા વગર રસી લેવા જાહેર જનતાને આહ્વાન કરી કોરોનાસામે રક્ષણ મેળવવા કલેકટર ગૌરાંગ મકવાણાએ અપીલ કરી હતી.
Recent Comments