fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૨૪ કેસો પૈકી ૩૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૬,૦૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ કેસ નોંધાયાછે. જ્યારે તાલુકાઓમાં ઉમરાળા ખાતે ૧ તેમજ સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતાતેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજાઅપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓમાર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટેહોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધીફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૨૪ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૯૧૮દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts