ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨ અંતર્ગત દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચેમ્બરના પ્રમુખ તથા જિલ્લા ઉધોગ કેન્દ્રનાં સંયુક્ત ઉધોગ કમિશ્નર અને જનરલ મેનેજર ઉપસ્થિત રહ્યા
હતા. સેમિનારની શરૂઆતમાં જિલ્લા ઉધોગ કેન્દ્રનાં સંયુક્ત ઉધોગ કમિશ્નર દ્વારા સેમિનારની રૂપરેખા અંગેની પ્રસ્તાવના આપવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉધોગ માટે જાહેર કરાયેલ વિવિધ પ્રોત્સાહક યોજનાઓની વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આત્મનિર્ભર ગુજરાત યોજના-૨૦૨૨, MSME કોમ્પીટીટીવ લીન સ્કીમ અને ડીલે પેમેન્ટ અંગેની તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અન્ય યોજનાઓની માહિતી આપતો સેમિનાર જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીઓ અને ટીમ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૦થી વધુ ઉદ્યોગકારો સહભાગી બન્યા હતા.
Recent Comments