ભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોરચા કારોબારી બેઠક મળી ગઈ
સમુદ્ર કિનારે ગોપનાથ મહાદેવ ખાતે ભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોરચાની કારોબારી બેઠક મળી ગઈ જેમાં મોરચાના હોદેદારો જોડાયા હતા. પ્રાકૃતિક ખેતી પર આ બેઠકમાં ભાર મુકાયો હતો.
ભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી અભેશંગભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કારોબારી બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી રાઘવજી મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના કૃષિ ક્ષેત્રે ભૂમિકા ભજવતા કાર્યકર્તાઓ કિસાન મોરચા દ્વારા પ્રવૃત્તિ કરતા હોય છે, કે અંગે આ બેઠકમાં ચર્ચાઓ થઈ. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી અંગે વધુ ભાર મુકાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ભાજપ અને કિસાન મોરચાના અગ્રણીઓ શ્રી ભરતભાઈ મેર, શ્રી સી.પી.સરવૈયા, શ્રી મયુરભાઈ હીરપરા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જોરસંગભાઈ પરમાર, શ્રી કે.સી. ધાંધલા, શ્રી ડી.ટી. કુવાડિયા સાથે અન્ય હોદ્દેદારો જોડાયા હતા.
Recent Comments