ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિરનો મહિલાઓને લાભ મળ્યો છે. ભારતીય જનતા પક્ષ દ્વારા થયેલ સેવા પખવાડિયા દરમિયાન મહિલા મોરચાનાં સંકલનમાં ભાવનગર જિલ્લામાં વિધાનસભા વિસ્તારવાર આરોગ્ય શિબિર માટે આયોજનો થયાં. ભાવનગરમાં ઓમ સેવા ધામમાં બહેનો માટે આરોગ્ય શિબિર યોજાઈ ગઈ. ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન દવેનાં જણાવ્યાં મુજબ આ શિબિરનો લાભ મોટી સંખ્યામાં બહેનોને મળ્યો છે. આરોગ્ય શિબિર માટે શ્રી અશોકભાઈ સોલંકી, શ્રી શ્રદ્ધાબેન લંગાળિયા, શ્રી કોમલબેન સાચપરા, શ્રી જશુબેન મકવાણા તથા શ્રી શ્રદ્ધાબેન ચૌહાણ વગેરે સંકલનમાં રહ્યાં હતાં.
ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા આરોગ્ય શિબિર

Recent Comments