ભાવનગર

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિવિધ સ્કૂલ ના વિધાર્થીઓનો દિક્ષા વિધિ કાર્યક્રમ યોજાયો 

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે સહલગ્ન દક્ષિણા મૂર્તિ કુમાર મંદિર/વિનય મંદિર , ગિજુભાઈ કુમાર મંદિર  વિનય મંદીર તેમજ વિવેકાનંદ ઓપન સ્કાઉટ ટ્રુપ ના વિધાર્થીઓનો દિક્ષા વિધિ કાર્યક્રમ તા, ૨૦ ને રવિવારનારોજ સવારે ૦૯ કલ્લાકે ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ, સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડો.તેજસભાઈ દોશી, સંસ્થાના નિયામક દિલીપભાઈ વ્યાસ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર જયસિંહજીભાઈ ગોહિલ, સંસ્થાના આચાર્ય અંજનાબેનડાભી, રતનબેન વિગેરેની ખાસ ઉપસ્થિતિમાં સ્કાઉટ માસ્ટર અજયભાઈ ભટ્ટ અને દર્શનાબેન ભટ્ટના હસ્તે સ્કાઉટ ગાઈડને દીક્ષા આપવામાં આવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્કાર્ફ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા તો ભાવનગરના જાણીતા પક્ષીવિદ્  અને વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર જયસિંહ ગોહિલ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

Related Posts