ભાવનગર જિલ્લા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
૧૨/૨૦૨૩(શનિવાર) તથા તા.૩/૧૨/૨૦૨૩(રવિવાર) ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન જીલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે, જ્યાં મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે, આ ઉપરાંત મતદારયાદીમાં રહેલા મતદાર પૈકી લાગુ કિસ્સામાં નામ કમી માટે, ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે.
તા.૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં સઘન સ્વરૂપે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે, જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરીકનું મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા, નોંધાયેલ નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારા કરવા માટેના નિયત નમૂનામાં ફોર્મ ભરીને રજૂ કરી શકે છે.
Recent Comments