fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા વેકેશન લાઈબ્રેરીનો અનોખો પ્રયોગ

આજના મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓમાં વાંચનમાં રસ રૂચી કેળવાય તે આશયથી ગાંધીજીના કેળવણીના વિચારોમાં વાંચનથી વ્યક્તિત્વનાં ઘડતર વિશે ઘણી વાતો કરેલી છે. તેનાં અનુસંધાને એક નવતર પ્રયોગ ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ થકી અમલમાં મૂકવામાં આવેલ છે.

મુખ્ય શિક્ષક ધરાવતી દરેક સરકારી પ્રાથમિક શાળામાં વેકેશન પડવાના છેલ્લા દિવસે પોતાની શાળાની  લાઈબ્રેરીમાંથી ધો. ૩ થી ૫ અને ૬ થી ૮ નાં તમામ બાળકોને શાળા લાઈબ્રેરીમાંથી ઓછામાં ઓછું એક પુસ્તક વાંચવા અપાશે જે વેકેશન ખુલતાં શાળા લાઈબ્રેરીમાં જમા થશે.

વેકેશન દરમ્યાન વિદ્યાર્થી પોતાનાં વર્ગનાં કે કુટુંબનાં બાળકો સાથે પુસ્તકની ચર્ચા કે (શાળા પુસ્તકાલયમાંથી લીધેલ પુસ્તકની) અદલાબદલી કરી શકશે. વાંચન અનુકાર્ય સ્વરુપે નવાં શૈક્ષણિક સત્રમાં પ્રાર્થના સભામાં ‘મેં વાંચેલ એક પુસ્તક’ વિશે પુસ્તક પરિચય રજૂ થશે તથા તમામ વિદ્યાર્થીઓમાં પોતે વાંચેલ પુસ્તક વિષે નાનકડી નોંધ શાળામાં જમા કરાવશે.

ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘની સામાજિક સંવેદનશીલતા દ્વારા બાળકોમાં આજના ટેક્નોલોજીના યુગમાં વિસરી જતી વાંચન અભિમુખતા વિકસે તેવા શુભ આશયથી આ રચનાત્મક આયોજન વિચારેલ છે. ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક (HTAT) સંઘના પ્રમુખશ્રી ધ્રુવકુમાર દેસાઈ અને મહામંત્રીશ્રી દીપેનભાઈ દીક્ષિતે તથા તમામ તાલુકા સંઘના પ્રમુખશ્રી, મંત્રી તથા કારોબારીના મિત્રોએ આ માટે સતત અને સખત પ્રયત્નશીલ છે.

Follow Me:

Related Posts