ભાવનગર

ભાવનગર જિલ્લા રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ દ્વારા લોકોને અપીલ કરાઇ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાતના ચાર મહાનગરો ઉપરાંત તમામ મહાનગરપાલિકાના શહેરો સહિત રાજ્યના ૨૦ મોટા શહેરો કે જ્યાં કોરોના કેસોની સંખ્યા વધારે છે ત્યાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રાજ્ય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાના રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે.

રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યુનો આદેશ કરવામાં આવેલો છે તેમા ભાવનગર શહેરનો સમાવેશ થાય છે. આજના સમયમાં જે કોરોનાની પરિસ્થિતિમાં આપણે બધાએ તેનો મુકાબલો કરવો પડશે અને આ મુકાબલા દરમિયાન દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે અને વારંવાર સેનીટાઇઝરનો ઉપયોગ કરે પ્રકારની દરેક વ્યક્તિને અમલ કરવાની રહેશે. ભાવનગરની જનતાને આ તમામ પ્રકારના બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ રાત્રી કરફ્યુનો ભંગ ન કરવા જણાવ્યુ હતુ.

વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, જો કોઈ પણ વ્યક્તિ રાત્રિ કરફ્યુનો ભંગ કરશે તો પોલીસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપેડમિક એક્ટ તેમજ ઇન્ડિયન પિનલ કોર્ટની તમામ પ્રકારની ધારાઓનો અમલ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી

Related Posts