ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી એન. જી. વ્યાસ દ્વારા ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી.અહીં પ્રથમ સત્ર ની પરીક્ષા શરૂ હોય પરીક્ષા ખંડ ની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓની ઉત્તરવહી નું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ફોન કર્યો હતો. તેમજ સંસ્થાના સંકુલમાં આવેલ પાઠ્યપુસ્તક વિતરણ ખંડ, અટલલેબ, ગૌશાળા તેમજ સમગ્ર વિભાગોની મુલાકાત લીધી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી લાલજીભાઈ સોલંકી, આચાર્ય ડૉ. અરજણભાઈ પરમાર તેમજ સમગ્ર શાળા કર્મચારીગણ સાથે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાની કામગીરી તેમજ વ્યવસ્થા અને સ્વચ્છતા બદલ શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.
ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી એન. જી. વ્યાસ દ્વારા ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ની સરપ્રાઈઝ મુલાકાત

Recent Comments