ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના રતનપર ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા રતનપર ગામે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વક્તવ્ય રજુ કર્યું હતું. આયુષમાન કાર્ડના મહત્ત્વની સમજણ આપવામાં આવી હતી. લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું પ્રમાણપત્ર અર્પણ કરીને વિતરણ કરાયુ હતું. આ તકે ટી.ડી.ઓ શ્રીમતી વિણાબેન આલ, સરપંચશ્રી ગોહિલ રણજીતસિંહ તેમજ ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના રતનપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુંહર્ષભેર સ્વાગત કરાયું

Recent Comments