fbpx
ભાવનગર

ભાવનગર જીલ્લાના ખેડુતો માટે વિવિધ સહાય યોજના માટે આઈ. ખેડૂત પોર્ટલ તા. ૨૩ સપ્ટેમ્બરથી ખુલ્લુ મુકાશે

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ભાવનગર જીલ્લાના ખેડુતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા માટે સને ૨૦૨૪-૨૫ માટે તા.૨૩/૦૯/૨૦૨૪ના સોમવારે સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ સુધી પોર્ટલ ખોલવામાં આવનાર છે.ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે (૧) ખેત ઓજાર, (૨) એગ્રો સર્વિસ પ્રોવાઈડર, (૩) પાક મુલ્ય વૃધ્ધિ, (૪) ફાર્મ મશીનરી બેંક, (૫) મિલેટ પ્રોસેસિંગ યુનિટ, (૬) તાડપત્રી, (૭) પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, (૮) પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, (૯) વોટર કેરીંગ પાઇપલાઈન  અને  (૧૦) રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ દિન-૭ માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મુકવામાં આવશે.  ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા ભાવનગરની યાદીમાં જણાવાયું છે. 

Follow Me:

Related Posts