ભાવનગર જીલ્લાના સરતાનપર ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો- અધિકારીઓના હસ્તે કરાયુ હતું. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું. ધરતીનું સંરક્ષણ કરવા નાટ્ય કૃતિ અને નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાક્રુતિક ખેતીના મહત્ત્વની સમજણ આપવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારીશ્રી એચ. એમ. ઝણકાટ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Recent Comments