ભાવનગર જીલ્લાની સિનીયર સીટીઝન બહેનો ખેલાડીઓ માટે સ્પર્ધામાં ભાગ લેવા અરજી કરી શકાશે
ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરાત સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા જિલ્લા કક્ષા સિનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની (૧) એથ્લેટીક્સ (૨) યોગાસન (૩) ચેસ (૪) રસ્સાખેંચ સ્પર્ધાઓ ભાવનગર મહાનગર પાલિકાની અને ભાવનગર જીલ્લાની (ગ્રામ્યની) સ્પર્ધા અલગ થી યોજાનાર છે.
સદર સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, એસ-૧૮, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બહુમાળી ભવન ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં ભાવનગર મહાનગર પાલિકાની અને ભાવનગર જીલ્લાની (ગ્રામ્ય)ની સ્પર્ધા અલગ થી એન્ટ્રી ફોર્મ ભરી અત્રેની કચેરીમાં જમા કરવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીનાં આધારે કાર્યક્રમની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર ૦૨૭૮-૨૫૧૨૯૬૬ ઉપર સંપર્ક કરી શકાશે.
Recent Comments