ભાવનગર જીલ્લા ઉધોગ કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભાવનગર દ્વારા ઔધોગિક એકમોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન મળી શકે તે હેતુથી તા.૦૮-૦૮-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે માર્ગદર્શન સેમીનારનું આયોજન ચેમ્બર હોલ (૩૧૫, સાગર કોમ્પ્લેક્સ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે કરવામાં આવેલ છે. આ માર્ગદર્શન સેમીનારમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ – ૨૦૨૨, એમએસએમઈ કોમ્પીટીટીવ લીન સ્કીમ તથા ડીલે પેમેન્ટ સીસ્ટમ વિષે માર્ગદર્શન આપવામાં આવનાર છે. રસ ધરાવતા ઔધોગિક એકમોને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ છે. રજીસ્ટ્રેશન માટે ચેમ્બર કાર્યાલય મો.નં. ૯૪૦૮૮૦૭૯૮૦ ઉપર તા.૦૭- ૦૮-૨૦૨૪ સુધીમાં સવારે ૧૨-૦૦ થી ૫-૦૦ દરમ્યાન સંપર્ક સાધવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર જીલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા તા. 8 ઓગસ્ટના ઔધોગિક એકમો માટે માર્ગદર્શન સેમીનાર યોજાશે

Recent Comments