fbpx
ભાવનગર

ભાવનગર જીલ્લા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો તા. ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે

જરાત સરકારશ્રીની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ,  આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા ના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે.

ખાસ નોંધા: ઉક્ત એપ્રેન્ટીસ ભરતીમેળા માં ઉમેદવારો નું એપ્રેન્ટીસ પોર્ટલ લીંક (https://apprenticeshipindia.org/candidate -registration) તથા અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in/account/signup) લીંક પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે જે આચાર્ય અને એક્ષઓફીસીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભાવનગર ની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts