ભાવનગર

ભાવનગર ડેપો, ભાવનગર વિભાગીય કચેરી અને વિભાગીય યંત્રાલયની ટીમ દ્વારાસ્વચ્છતા અભિયાન અંતર્ગત “સ્વચ્છતા દોડ” યોજાઇ

સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં ચાલી રહેલ “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” નાં બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભાવનગર એસ.ટી. ડેપો, ભાવનગર વિભાગિય કચેરી અને વિભાગીય યંત્રાલયની ટીમ દ્વારા “સ્વચ્છતા દોડ” નું આયોજન કરાયું હતું. આ “સ્વચ્છતા દોડ” કાર્યક્રમમાં ડેપોનાં સીની. ડેપો મેનેજરશ્રી કે.જે.મહેતા, વિભાગીય પરિવહન અધિકારીશ્રી એ.એચ.સોલંકી, અવ્વલ સુરક્ષા નિરીક્ષકશ્રી જે.પી.ગોહિલ, માન્ય યુનિયનનાં અગ્રણીશ્રીઓ તેમજ ભાવનગર ડેપો, ભાવનગર વિભાગીય કચેરી અને વિભાગીય યંત્રાલયનાં કર્મચારીઓ દ્વારા ડ્રેસ કોડમાં ભાવનગર બસ સ્ટેશન થી જવેલસ સર્કલ સુધી સ્વચ્છતા નાં બેનર સાથે દોડ કરવામાં આવેલ અને મુસાફરોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવેલ હતી.

આ કેમ્પેઈનનાં ભાગરૂપે નિગમ દ્વારા ચાર અઠવાડિયાઓમાં બસો અને બસ સ્ટેશનોની NGO તેમજ શાળા કોલેજોનાં સહયોગથી સ્વચ્છતાની કામગીરી, સ્વચ્છતા અનુરૂપ રમતોની કામગીરી, સ્વચ્છતા થીમનાં શેરી નાટકોથી જન જાગૃતિની કામગીરી, સ્વચ્છતાને લગતી વોલ પેન્ટિંગની કામગીરી, વૃક્ષારોપણની કામગીરી, સ્વચ્છતા દોડ તેમજ રક્તદાન શિબિર જેવા પ્રોગ્રામો થકી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઈન કરવામાં આવી રહેલ છે. નિગમ દ્વારા “શુભ
યાત્રા સ્વચ્છ યાત્રા” નું અવિરત ચાલનાર આ કેમ્પેઈનમાં સૌ મુસાફરોણે ભાગીદાર બનવા અને બસો તેમજ બસ સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા નિગમ દ્વારા સૌને નમ્ર અપીલ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts