ભાવનગર-તળાજા નેશનલ હાઈવે નં-૮/ઈ પર મામસા ઔદ્યોગિક એકમ પાસે એક ઈકો એમ્યુલન્સ તથા કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માત માં કારમાં મુસાફરી કરી રહેલ પાંચ પૈકી એક વ્યક્તિ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જયારે ચાર ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરનાં એક શખ્સની મારૂતિ ઈકો કાર નં જી,જે,-૩ એચ,આર, ૫૯૩૭ મહુવા બાજુથી ભાવનગર શહેર તરફ આવી રહી હતી એ દરમ્યાન મામસા જીઆઈડીસી નજીક ભાવનગર તરફથી આવી રહેલ કાર સાથે ધડાકાભેર અથડાવતા કારમાં સવાર ત્રણ વ્યક્તિ ઓ પૈકી એક વ્યક્તિ ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જયારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તો ને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,
તનસા સી.એન.જી પેટ્રોલપંપ પાસે થયેલ અકસ્માતમાં મરણજનાર અશોકભાઈ છગનભાઇ ભરખડા ઉ.વ.૪૦ રહે.બોરડી તા.ઘારી જી.અમેરલી ના રહેવાસી છે, આ બે પૈકી એક વ્યક્તિ ની હાલત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ એમ્યુલન્સનો ચાલક પણ આ અકસ્માત માં ગંભીર રીતે ઘવાયો હતો જેને પગનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માત ને પગલે થોડા સમય માટે રોડપર ટ્રાફિક જામ સજૉયો હતો એ દરમ્યાન વરતેજ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડ ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો આ અંગે વરતેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments