ભાવનગર તાલુકાના પીથલપુર ગામે રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

ભાવનગર તાલુકાના પીથલપુર ગામે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકી ના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાથમિક શાળામાં ૭ રૂમ બનાવાયા છે જેમાં 3 સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સાથે પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી છે. આ તકે આગેવાન શ્રી રાજુભાઈ ફાળકી, શ્રી વક્તુંબેન મકવાણા, શ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી ભૂપતભાઇ બારેયા, શ્રી રામભાઇ સાગાં સહિતના આગેવાનો અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments