fbpx
ભાવનગર

ભાવનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયતી પગલા તેમજ જનજાગૃતિ યોજાઈ

ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણીકુમાર તથા જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડો. બી.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ મચ્છર ઉત્પત્તિ અટકાયત તેમજ પાણી અટકાવવા માટે જિલ્લા એકેડેમિક અધિકારી ડો. સુનિલભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

        તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાન લાખાણી તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઈ પંડિત, ભારતીબેન ત્રિવેદીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાથબના મેડિકલ ઓફિસર ડો. વિશાલભાઈ સેતાની સૂચનાથી ખડસલીયા ગામે ઘનિષ્ઠ પોરાનાશક કામગીરી અને મચ્છર ઉત્પત્તિ અટકાવવાના પગલાની ઘેર-ઘેર જઈને સમજણ આપીને લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

        આ કામગીરીમાં ડો. ગીતાબેન વઘાસિયા, સુપરવાઇઝરશ્રી નટુભાઈ ડાભી, આરોગ્ય કર્મચારીશ્રી અશોકભાઈ બારૈયા, સુરક્ષાબેન પટેલ, આશાબેનશ્રી રંજનબેન ડાભી જોડાયાં હતાં.

        ગામમાં દરેક પાણીના પાત્રોને ટાંકીને રાખવામાં તેમજ મચ્છર ઈંડા મૂકી ન શકે અને મચ્છરજન્ય રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાવી શકાશે તેઓ સંદેશો આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts