ભાવનગર તાલુકામાં નવા રતનપર ગામે તા. ૦૬ ઓગષ્ટના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલમાં ગતિશીલતા આવે તે માટે તાલુકા કક્ષાએ ” સેવા સેતુ” કાર્યક્રમ(ગ્રામ્ય) – (આઠમો તબક્કો) યોજવામાં આવનાર છે.
જે અન્વયે ભાવનગર તાલુકામાં નવા રતનપર ગામ ખાતે નવા રતનપર પ્રાથમિક શાળા ખાતે તા.૦૬/૦૮/૨૦૨૨ની રોજ સવારના ૦૯-૦૦ કલાક થી પ્રાંત અધિકારશ્રી, ભાવનગરનાં અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ” સેવા સેતુ ” કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં (૧) નવા રતનપર (૨) જૂના રતનપર (૩) ભૂંભલી (૪) સુરકા (૫) રામપર (૬)ભુતેશ્વર (૭) માલણકા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, રેશનકાર્ડમાં (નામ ઉમેરવાં, નામ કમી કરવાં અને રેશનકાર્ડમાં સુધારાં કરવાં, આધારકાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, રાજય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, મહેસૂલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો જેવાં કે જનધન યોજનાના લાભો, સિનિયર સિટિઝનનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતાં પ્રમાણપત્રો, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજના વગેરેને લગતી અરજીઓ બાબતે માંગણી કરી શકશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવાં ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવાં ઇચ્છતાં હોય તેઓએ તા.૦૬/૦૮/ ૨૦૨૨નાં રોજ નવા રતનપર પ્રાથમિક શાળા, મુ.નવા રતનપર, તા.જિ.ભાવનગર ખાતે અરજીઓ રજૂ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજૂ કરવાં માંગતાં લોકોએ તા.૦૬/૦૯/૨૦૨૨નાં રોજ મુ.નવા રતનપર, તા.જિ.ભાવનગર ગામે નિયત સમયે ઉપસ્થિત રહેવાં મામલતદાર ભાવનગર ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
Recent Comments