નવેમ્બર ૨૦૨૪ ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું તા:-૨૭/૧૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે મદદનીશ કલેકટરશ્રી, ભાવનગર પ્રાંત, ભાવનગરના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ- મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા:-૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે.
ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ નવેમ્બરના રોજ યોજાશે


















Recent Comments