રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા-કોલેજ મારફત ફોર્મ ભરવાનું રહેશે. અભ્યાસ ન કરતાં સ્પર્ધકોએ પોતાના વિસ્તાર મુજબ ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરનાં કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરનાં કલાકારોએ સીધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
તાલુકાકક્ષા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ – વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્ટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોક ગીત/ ભજન, સુગમ સંગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, રાસ, ગરબા, સમૂહ ગીત જેવી કુલ ૧૪ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં પ્રથમ વિજેતા સ્પર્ધક જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.
જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓ – કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, કથ્થક, ઓર્ગન, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), સ્કુલ બેન્ડ સાથે તાલુકાકક્ષા/ઝોનકક્ષાએથી કુલ ૧૪ સ્પર્ધાના પ્રથમ વિજેતા સાથે મળીને કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં પ્રથમ વિજેતા સ્પર્ધક પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે.
સીધી જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાનાં પ્રવેશપત્રો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ખાતે તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં આપવાના રહેશે. વધુ વિગત અને પ્રવેશપત્ર માટે કચેરીના બ્લોગ એડ્રેસ – dydobvn.blogspot.com પરથી મેળવી શકાશે.
Recent Comments