ભાવનગર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ યુનિવર્સિટી ખાતે’ આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી
કેન્દ્રીય અને પ્રાંત સ્તરની સૂચના અનુસાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ભાવનગર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ યુનિવર્સિટી ખાતે ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓ દ્વારા ભારતમાતાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. શાળાઓની આસપાસના ગામના ક્રાંતિકારીઓ અને શહિદ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
વિવિધ શાળાઓમાં રેલી પણ કાઢવામાં આવી હતી. વિવિધ વક્તાઓ દ્વારા અમૃત મહોત્સવનો ખ્યાલ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં એક નવું જ સામાજિક અને રાષ્ટ્રીય વાતાવરણ બન્યું હતું. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પણ કરીને ખૂબ જ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર જિલ્લામાં સંચાલકો, આચાર્યો, શિક્ષક મિત્રો તેમજ વહીવટી કર્મચારીઓ મિત્રોએ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કાર્યક્રમને સહકાર આપી સફળ બનાવવામાં મોટી ભૂમિકા અદા કરી હતી.
કોઈપણ શૈક્ષણિક સંગઠનના માધ્યમ દ્વારા આ પ્રકારનો રાષ્ટ્રીય ભક્તિનો આ કાર્યક્રમ ઐતિહાસિક બની ગયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાસંઘના તમામ સંવર્ગના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી તેમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ભાવનગરના માધ્યમિક સંવર્ગના પ્રાંત મંત્રીશ્રી તરુણભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે.
Recent Comments