ભાવનગર

ભાવનગર ના ઈશ્વરિયાની ગૃહિણીએ ઘરે માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યું

કોરોના બિમારી સામે ઉમદા કાર્ય ઈશ્વરિયાની ગૃહિણીએ ઘરે માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યું

ઈશ્વરિયા ગામની ગૃહિણી સરોજબેન ત્રિવેદીએ કોરોનાની બિમારી સામે અડોશ-પડોશમાં અને ગામમાં ત્રણ સો જેટલા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યું છે. ગ્રાહક સુરક્ષા અને સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલા શ્રી લલિતભાઈ ત્રિવેદીના પુત્રવધુ શ્રી સરોજબેન કૌશિકભાઈ ત્રિવેદી પોતાના ઘરે સિલાઈ-કામ કરે છે. તેઓએ કોરોના મહામારીમાં સમયનો સદુપયોગ પોતાના વ્યવસાય ઉપરાંત સમાજસેવા માટે કર્યો. શ્રી સરોજબેને આ ગામમાં ત્રણ સોથી વધુ વ્યક્તિઓને પોતે બનાવેલા માસ્કનું વિતરણ કર્યું. પોતાના પરિવારે કોરોના બાબતે આરોગ્ય વિભાગ અને સરકારની માર્ગદર્શિકાનું પૂરું પાલન કર્યું અને ગ્રામજનો પડોશીઓને પણ તાકીદ કરી.  કોરોના બિમારી સામે તકેદારી માટે કાપડના ટુકડાઓ એકઠા કરી સમયે સમયે સિલાઈકામ કરી બનાવેલા માસ્ક કે જેની કિંમત વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા થવા જય તેવા માસ્કનું વેચાણ કરવાના બદલે શ્રી સરોજબેને ત્રણ સોથી વધુ વ્યક્તિઓને વિનામૂલ્યે વિતરણ કરી ઉમદા કાર્ય કર્યું છે.

Related Posts