ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેના ભાગરૂપે ૨૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાની બેઠક ઉપર કોળી સમાજના આગેવાનો રાજુ સોલંકીનું નામ જાહેર કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસના રાત્રી રોકણ ભાવનગરની નિલમબાગ પેલેસ હોટલ રહ્યા હતા અને બીજી દિવસે જ પત્રકાર પરિષદ યોજી કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી તથા તેના પુત્ર બ્રિજરાજ સોલંકી આપનો ખેસ પહેર્યો હતો. તે બે દિવસ બાદ ગુજરાતના આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ વિધાનસભાની ચૂંટણી માટે ૨૨ નામો જાહેર કર્યા હતા. જેમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક માટે રાજુ સોલંકીને ઉમેદવાર જાહેર કર્યો છે.
ભાવનગર પશ્ચિમ બેઠક પર ‘આપ’ પાર્ટીએ કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીને ટિકિટ આપી

Recent Comments