વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો ખૂબ જ જાેરથી ચાલી રહ્યો છે. તેવી જ રીતે અલગ અલગ સંગઠનના લોકો પણ રાજકીય પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે જાેડાયા હતા.સાથે જ ૪૦ આગેવાનોને પણ સી.આર.પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતાં. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નિતીન ઘેલાણી ભાજપમાં જાેડાયા છે. સુરત ઉધના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ૪૦ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવા માટે આવ્યા હતા. કમલમ ખાતે ૪૦ આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જાેડાઈ ગયા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના ચહેરા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સુરત શહેરની વરાછા અને ઓલપાડ બેઠક ઉપરથી ઉભા રહેતા હવે પાસના કોઈપણ ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં કે, અન્ય કોઈ રાજકીય પક્ષમાં જાેડાય તો સ્વાભાવિક રીતે તેની રાજકીય ચર્ચા શરૂ થઈ જતી હોય છે. ભાવનગરની પાસ ટીમના કન્વીનર નિતીન ઘેલાણી ભાજપમાં જાેડાઈ જાય તો હવે આમ આદમી પાર્ટીને તેઓ નુકસાન પહોંચાડશે કે, કેમ તેને લઈને પણ ચર્ચા થઈ ચાલી રહી છે. ભાવનગરથી પાસ ટીમના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે સી આર પટેલની હાજરીમાં જાેડાતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે. ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ પૈસા છે. તેઓ પૈસાના જાેરે કોઈને પણ ખરીદી શકે છે. પરંતુ આ વખતે તેઓ મતદારોને ખરીદી શકવાના નથી. મતદારોએ પરિવર્તનનો ર્નિણય લઈ લીધો છે. નિતીન ઘેલાણી ભારતીય જનતા પાર્ટીમાં ભલે જાેડાયા હોય તેનાથી એક મત પણ આમ આદમી પાર્ટીનો ઓછો થવાનો નથી. એનાથી વિપરીત ૧૦ મત વધુ અમને મળશે એ વાત ચોક્કસ છે
ભાવનગર પાસના કન્વીનર સહિત ૪૦ આગેવાનોએ સી.આર.પાટીલે ખેસ પહેરાવી કેસરીયા કર્યા

Recent Comments