ભાવનગર બોટાદ સાંસદ ખેલ મહોત્સવ

સાંસદ ખેલ મહોત્સવના ત્રિદિવસીય પ્રથમ તબક્કામાં નાનેરા અને મોટેરા સૌ કોઈ ઉત્સાહભેર જોડાયભાવનગર બોટાદ સંસદીય વિસ્તારમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સ્થાનિક કાર્યકર્તા કર્મચારીઓનું રહ્યું સંકલનભાવનગર શનિવાર તા.૨૧-૧૦-૨૦૨૩
નવલાં નોરતાના દિવસોમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ ખેલ મહોત્સવના ત્રિદિવસીય પ્રથમ તબક્કામાં નાનેરા અને મોટેરા સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા છે. ભાવનગર બોટાદ સંસદીય વિસ્તારમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સ્થાનિક કાર્યકર્તા કર્મચારીઓનું સંકલન રહ્યું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ આયોજન અનુસાર રાષ્ટ્રનું રમત ગમત કૌશલ્ય વૈશ્વિક સ્તરે વિકસે તે હેતુથી સાંસદ ખેલ મહોત્સવનું ભાવનગર બોટાદ સંસદીય વિસ્તારમાં તાલુકા વાર આયોજન થયું છે, જેમાં ત્રિદિવસીય પ્રથમ તબક્કામાં નાનેરા અને મોટેરા સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા છે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા આ તમામ સ્પર્ધકોને અગાઉ જ શુભકામના વ્યક્ત કરી વ્યક્તિગત કૌશલ્ય સાથે જ રાષ્ટ્ર માટે પણ રમત ગમતમાં જોડાનાર પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો છે.
નવલાં નોરતાના ઉમંગ આસ્થાના દિવસોમાં સાંસદ ખેલ મહોત્સવમાં ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકાઓમાં થયેલા મુજબ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સ્થાનિક કાર્યકર્તા કર્મચારીઓનું સંકલન રહ્યું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શાસનાધિકારી શ્રી અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી સાથે વિવિધ સંસ્થાઓના પૂરતા આયોજન સહકાર સાથે વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ ગઈ.
ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે સાંસદ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ સાથે યોજાયેલ પ્રારંભ કાર્યક્રમ અને સ્પર્ધા સાથે જિલ્લામાં તાલુકા વાર આયોજનમાં ભાવનગર ભૂંભલીમાં શ્રી એસ.એસ. રોયલા માધ્યમિક શાળા ખાતે શ્રી વનરાજસિંહ સોલંકી સાથે શ્રી આર.આર.પરમાર, સિહોર સોનગઢમાં શ્રી વિવિધલક્ષી ગુરુકુળ ખાતે શ્રી અભયસિંહ ગોહિલ સાથે શ્રી મહાસુખભાઈ ભટ્ટ, વલભીપુરમાં શ્રી ગંભીરસિંહજી હાઈસ્કુલ ખાતે શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ સાથે શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ, ઘોઘા વાળુકડમાં માધ્યમિક શાળા ખાતે શ્રી એમ. ડી. ગોહિલ સાથે શ્રી એમ. કે. વળિયા, મહુવામાં શ્રી એન.એમ. હાઈસ્કૂલ ખાતે શ્રી એસ. એમ. સોલંકી સાથે શ્રી વી. ટી. ડોડિયા, ગારિયાધાર સુરનગરમાં શ્રી કે.એમ.બોરડા હાઈસ્કુલ ખાતે શ્રી મહેશભાઈ રાદડિયા સાથે શ્રી એ. એન. લાધવા, પાલિતાણા વાળુકડમાં શ્રી લોક વિદ્યાલય ખાતે શ્રી ઘનશ્યામસિંહ રાઠોડ તથા શ્રી કિર્તીભાઈ દરજી સાથે શ્રી એમ. ઓ. બારૈયા તથા શ્રી ભદ્રેશભાઈ ત્રિવેદી, ઉમરાળામાં શ્રી પી.એમ ઓઝા સર્વોદય હાઈસ્કૂલ ખાતે શ્રી મનીષભાઈ વિંઝુડા સાથે શ્રી વિપુલભાઈ ધામેલિયા, તળાજા દિહોરમાં શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર ખાતે શ્રી વી.એમ. જાળેલા સાથે શ્રી ઘનશ્યામભાઈ રમણા અને જેસરમાં શ્રી બ. ગો. મહેતા હાઈસ્કૂલ ખાતે શ્રી આર. જે. ગુજરિયા સાથે શ્રી એન. વી. સરવૈયા દ્વારા સ્પર્ધા માર્ગદર્શન સંકલન રહ્યું.
ભાવનગર બોટાદ લોકસભા વિસ્તારના આ ખેલ મહોત્સવમાં સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા તાલુકા પદાધિકારીઓ, ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ જોડાઈને સ્પર્ધકોને જોમ અને ઉત્સાહમાં વધારો કર્યો છે, તેમ જિલ્લા ભાજપ પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક શક્તિ કેન્દ્ર, તાલુકા વિભાગીય કક્ષા બાદ આગામી શનિવાર તા.૨૮ તથા રવિવાર તા.૨૯ના જિલ્લા કક્ષાએ ભાવનગર ખાતે ખેલ મહોત્સવ સ્પર્ધા યોજાશે.
Recent Comments