ભાવનગર મહાનગપાલિકા દ્વારા સફાઇકર્મીઓને અપાતી તાલીમ અને સેફ્ટી ગિયર્સ અંગે પ્રેઝન્ટેશન અપાયું
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રી એમ. વેંકટેશન ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં તાજેતરમાં થયેલા અકસ્માત અંગે માહિતી મેળવી હતી.
અકસ્માતના અસરગ્રસ્ત સફાઈ કર્મચારી શ્રી સુરેશભાઈ પરષોત્તમભાઈ ગોરડિયા હાલમાં બીમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોવાથી તેમણે હોસ્પિટલ પહોંચી તેમના ખબર અંતર પૂછ્યા હતા. ઉપરાંત મૃત્યુ પાનનારા સફાઇ કર્મચારી સ્વ. રાજેશભાઈ પરશોતમભાઈ વેગડનાં પરિવારને સાંત્વના પાઠવી હતી.
ચેરમેનશ્રીએ અકસ્માત સ્થળની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું યોજી કરાર આધારિત સફાઈ કર્મચારીઓ અને સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
ભાવનગર મહાનગપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને આપવામાં આવતી તાલીમ અને સેફ્ટી ગિયર્સ અંગેની જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી.
આ તકે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, ડેપ્યુટી મ્યુનિસપિલ કમિશ્નરશ્રી એમ.આર.બ્રહ્મભટ્ટ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.આર. સિંઘાલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments