ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં.૪ વરતેજ ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે શ્રી એસ.એન.પારગીની નિમણૂંક કરાઇ

ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં.૪ વરતેજ ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે શ્રી એસ.એન.પારગીની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૨૭-૧૦-૨૦૨૩ નાં રોજ આ હોદ્દો સંભાળી લીધો છે.

આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારનાં રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાનાં રહેશે.

વરતેજની નગરરચના અંગેનાં દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નીરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા પ્રવર નગર નિયોજક, ભાવનગર નગર રચના યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts