ભાવનગર મહાનગરપાલિકાની હદમાં વૃક્ષ કાપવાની મંજૂરી લેવી પડશે
ભાવનગર શહેરના નગરજનોને જણાવવાનું કે આપણું શહેર એ ગુજરાતના અગ્ર હરોળના હરિયાળા શહેરો પૈકીનું એક છે. આપણું શહેર કાયમને માટે હરિયાળું રહે તે આપણી સૌની જવાબદારી છે. જેથી ભાવનગર શહેરના રહીશોને તથા તમામ લોકોને માલિકીની કોઈ પણ મિલકતમાં કોઈ પણ કારણસર વૃક્ષને અંશત કે સંપૂર્ણપણે કપાવવાની જરૂરિયાત ઊભી થાય તો સૌપ્રથમ તે માટે ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને વૃક્ષ કાપવાના કારણો સહિત ફોટોગ્રાફ સાથે અરજી કરવાની રહેશે.
આ અરજીને ધ્યાને લઈ તેની સ્થળ તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો કમિશનર સમક્ષ સમગ્ર પ્રકરણ રજૂ કરી જરૂર મુજબ અંશત કે સંપૂર્ણ વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવશે.
જાહેર જગ્યાઓ કે પછી કોઈ પણ ખાનગી મિલકતોમાં ગેરકાયદેસર વૃક્ષછેદન ભાવનગર મહાનગરપાલિકાના ધ્યાને આવશે તો તેની વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાવનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
Recent Comments