fbpx
ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે યોજાશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભાવનગર સંચાલીત ભાવનગર શહેર વિસ્તારના કલાકારો માટે કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૩-૦૯-૨૦૨૨ના રોજ સ્કૂલ બેન્ડ, રાસ, ગરબા, કથ્થક, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, સમૂહગીત, લગ્નગીત, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા યોજાશે અને તા.૧૪-૦૯-૨૦૨૨ના રોજ લોકનૃત્ય, લોકગીત/ભજન, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઈ, સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓરગન, તબલા અને હાર્મોનિયમ (હળવું) સ્પર્ધા શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે યોજાનાર છે. તો આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારશ્રીઓએ સ્પર્ધાનું સમયપત્રક નીચેના બ્લોગ એડ્રેસ પરથી મેળવીને સ્પર્ધાના ૩૦ મિનિટ પહેલા સ્પર્ધા સ્થળે પહોચી જવાનું રહેશે. આ સ્પર્ધા અંગે તમામ માહિતી કચેરીના બ્લોગ એડ્રેસ:- dsosportsbvr.blogspot.com  પરથી જાણી શકાશે.

Follow Me:

Related Posts