ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિત્રા ફૂલસર વિસ્તારમાં હાથ ધરાયું મેગા ડિમોલેશન

ભાવનગર મહાનગરપાલિકા દ્રારા શહેરમાં ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશ કામગીરી આજે પણ યથાવત રહી હતી અને આજે શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલા ૨૦થી વધુ મકાનો પર ક્રેઇન અને બુલડોઝર ફરી વળ્યું હતું. કમિશનરના સીધી સૂચના હેઠળ આજે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજરોજ શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમા આવેલ પ્રધાનમંત્રી આવાસ નજીક ગેરકાયદે ખડકાયેલ મકાનો તથા કાચા-પાકા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ૧૮ પાકા મકાનો અને ૫ કાચા મકાનો તોડી હતાં. કરોડોની જમની ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવી હતી.
Recent Comments