fbpx
ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગયાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું

ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪થી તેમને મળેલ અધિકારની રૂએ આ હુકમ કર્યો છે. લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ કમિશનરશ્રી, મહાનગરપાલિકા, ભાવનગર, મુખ્ય કારોબારી અધિકારીશ્રી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, ભાવનગર, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર, નિર્દિષ્ટ અધિકારીશ્રી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ- અલંગ, સંબંધિત ચીફ ઓફીસરશ્રી, નગરપાલિકાઓ તથા સંબંધિત પોલીસ થાણાનાં અધિકારીશ્રીઓએ કરાવવાનો રહેશે. સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ

Follow Me:

Related Posts