fbpx
ભાવનગર

ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ

મહાનગર પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં મહાનગર પાલિકા કક્ષાની ઉજવણી “સ્વયં અને સમાજ માટે યોગ દિવસ”ની થીમ
સાથે ભાવનગર શહેરી વિસ્તારના બોર તળાવ ખાતે કરાશે. તમામ શાળાઓ/કોલેજો, આરોગ્યકેન્દ્રો, પોલીસ સ્ટેશનો, તમામ વોર્ડમાં તેમજ આઇકોનીક સ્થળ મોતીબાગ ટાઉન હાલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબધિત વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉજવણીમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે રીતનું સુચારૂં આયોજન ઘઢી કાઢવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts