ગુજરાત

ભાવનગર યુનિવર્સિટીએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાને પીએચ.ડી.ની ડિગ્રી ડિગ્રી આપી

ભાવનગરમાં ઉદ્યોગ-ધંધાના મંદ વિકાસની બૂમ વચ્ચે આગામી સમયમાં કન્ટેનર્સ નિર્માણનો આયામ વિકસશે. જેના કારણે શહેર અને જિલ્લામાં રોજગારીના નવા દ્વાર ખુલવાની સાથે ભાવનગર કન્ટેનર નિર્માણમાં મહત્વનું કેન્દ્ર બનશે તેમ આજે કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયાએ ભાવનગરમાં કન્ટેનરનું ર્નિમણ શરૃ કરના કંપનીની મુલાકાત વેળાએ વિગતો આપતાં જણાવ્યું હતું.કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ શુક્રવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે વાઈવા આપ્યો હતો, વાઈવા પૂર્ણ થયા બાદ યુનિર્વિસટીએ તેઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે.

કેન્દ્ર સરકારના કેબીનેટ મંત્રી મનસુખ માંડવિયાએ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ પીએચ.ડી.ની ડિગ્રી માટે ભાવનગર યુનિર્વિસટીમાં ડિસેમ્બર ૨૦૧૭માં પોલિટિકલ સાયન્સ, અર્થશાસ્ત્રમાં રજિસ્ટ્રેશન કર્યું હતું. રજિસ્ટ્રેશન થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા દ્વારા ‘રોલ ઓફ ગ્રામ વિદ્યાપીઠ ઈન કમ્યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ફ્યુચર ચેલેન્જીસ’એ વિષય પર નિયત સમયમર્યાદામાં પીએચ.ડી. રિસર્ચનુ કાર્ય પૂર્ણ કરીને થીસીસ યુનિ.માં સબમિટ કરવામાં આવ્યો હતો. અને યુનિ. દ્વારા નિયમઅનુસાર કાર્યવાહી કર્યા બાદ આજે શુક્રવારે વાઈવા લેવાયો હતો. તેમણે સામાન્ય વિદ્યાર્થીની જેમ તમામ પ્રક્રિયા કરી હતી.

Follow Me:

Related Posts