ભાવનગર

ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ રીડર પ્રાધ્યાપક ડો.રમણીકભાઈ ભટ્ટીની સ્મૃતિમાં 13 મુ વ્યાખ્યાન યોજવામાં આવ્યું

ભાવનગર  યુવકોના સમાજશાસ્ત્રને એક નવી દિશા આપનાર ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ રીડર પ્રાધ્યાપક ડો.રમણીકભાઈ  ભટ્ટીની  સ્મૃતિમાં 13 મુ વ્યાખ્યાન  યોજવામાં આવ્યું

14 ફેબ્રુઆરીએ યુનિવર્સિટી અનુસ્નાતક ભવનમાં યોજાયેલ 13મી વ્યાખ્યાન માળામાં  યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર બારડે નવી શિક્ષણનીતિ વિષયે  સમાજશાસ્ત્ર. મનોવિજ્ઞાન. તથા ઇતિહાસ વિભાગ ના  વિદ્યાર્થીઓને વાત કરી હતી .

આ પ્રસંગે શિશુવિહાર સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટીક ડો. નાનકભાઈ ભટ્ટે નવી શિક્ષણ નીતિ ની સામાજિક અસર વિષયે  મનનીય વિચારો વ્યક્ત કરતા ગુરુકુળ પ્રથા સાથે નવી શિક્ષણનીતિનો અનુબંધ પ્રસ્થાપિત કરતા. મહાત્મા ગાંધી ની શિક્ષણ કલ્પના તથા નવી નીતિમાં વિદ્યાર્થીઓને વધુ સ્વાયત શિક્ષણ તરફ લઈ જવાની ગતિને બિરદાવી હતી આ  ઉપક્રમે વિભાગના અધ્યક્ષ ડોક્ટર એચ .એલ .ચાવડા એ સૌનું સ્વાગત કર્યું હતું.

Related Posts